સ્ત્રી સંવેદના
સ્ત્રી સંવેદના
મારે પણ જોઈએ એકલતા આજ
રોજ જીવું હું સહુને કાજ
એક દી તો માંગુ આજ મારે કાજ
નથી જોતી હું સવાર- સાંજ
નિભાવું છું એ નિરંતર કાજ
ક્યાં ગઈ ? મારી એ સૂરીલી સવાર
ને ક્યાં ગઈ એ શમણાંની સાંજ?
શોધ્યા કરું એ સપનાની રાત
ક્યાં ખોવાયો એ સખીનો સાદ
મારે પણ જોઇએ એકલતા આજ
મારે તો કરવી મનની વાત,
હૈયાના તો હવે નથી રહ્યા હાલ,
મન પણ ક્યાં માને આજ
એ પણ ભટકે આ ભટકતી ભોમ સાથ,
ભૂલ્યો છે એ પણ એના મનની વાત
કે એના પણ જોડાયા તાર આ દિલને સાથ
બસ થાકી છું આ દયાવિહીન દુનિયાથી આજ,
એટલે તો માંગુ હવે એકલતા આજ
સેંકડો સહન કર્યા સંસારના સવાલ
પણ ના ઊંચક્યો મે મારો સુર,
સધળું સમજાયું આ સહનશકિતને અંત
સંસાર તો થયો સ્વાર્થીને સંગ
સુખ, સંપત્તિ ને સમૃદ્ધિ તો સમંદર જેટલી સામે આજ
પણ દીધી છે હવે એ સમયની વાટ
કે ક્યારે ? કોઈ પૂછે કે તું કેમ છે આજ ?
એટલે તો કહું છું મારે પણ જોઈએ એકલતા આજ
