STORYMIRROR

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

કોરોના ભાગ હવે

કોરોના ભાગ હવે

1 min
207

બે બે વિશ્વયુધ્ધ થઈ ગયા, જેમાં

જંગ હતો દેશો વચ્ચે ને માનવોમાં

આજે જંગ કરે છે કોરોના સામે

માનવો એક સાથે ભેગા મળી !


આવ કોરોના આવ મારી સામે

ડરીશ નહિ હું, ડગીશ નહિ હું ,

આવીશ કવચની ઢાલ લઈ શરીરે

આવીશ મારી સાથે લઈને હું ભાલો !


છે કોરોનાને મારવાનાં ઈંજેક્શન

છે એને ટાળવાની રસી પણ હવે

તો હારી જઈશ તું ભાગી જઈશ તું

નહિ ટકે તું સમસ્ત માનવજાત સામે


આજે લડતની રમતમાં ચેસબોર્ડ પર છે

ડોક્ટરો નર્સો વોર્ડબોય ને આયાઓ !

જેમ રાજા રાણી વજીર હાથી ઘોડા ને

પાયદળ સજ્જ થઈ ઉભા સામ સામે !


વિશ્વ માનવો એક થઈ લડે છે આજે

જંગ જીતીને કરશે સૌ સર્વનાશ તારો

ભાગ કોરોના ભાગ હવે તો તું, તો

અમે બનીએ શાંત નમ્ર ને સુરક્ષિત


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational