STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

કોરી હતી આંખો

કોરી હતી આંખો

1 min
267

કોરી હતી આંખો, અહી શમણે મળી ગયું,

કરવી હતી નાજૂક વાતો પારખી ગયું.


ખાલી હતી એ ભીતરે આજે છલોછલ થઈ,

જીવી અહીં ભરપૂર સાથે વહી ગયું.


હા! ટેરવાંને ઝંખના જાગી હતી અહીં,

સંવેદના સાથે મળી, ટોળું ભળી ગયું.


મારે ટકોરો દ્વાર પાછળ એ છુપાઈને

 આજે મળી જયાં રૂબરૂ હૈયું ઠરી ગયું.


કારીગરી એણે કરી જોતાં નજર મળી,

પથ્થર હતો તે કોતરી માણસ કરી ગયું.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Drama