Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કોણ શીખવતું હશે ?

કોણ શીખવતું હશે ?

1 min
162


આ ફૂલોને ખીલવાનું કોણ શીખવતું હશે ?

આ પવનને ફેરિયો બની ગલી ગલી સુગંધ ફેલાવવાનું કોણ શીખવતું હશે ?


વિના ઘડિયાળ કે વિના પંચાંગ, આ પ્રકૃતિને નિયમિત રહેતા કોણ શીખવતું હશે ?

મધરાતે પણ મહેકે આ મોગરો,

દિવસ રાત જોયા વગર કામ કરવાનું કોણ શીખવતું હશે ?


આ રણમાંય મહેકે, આ બાગે પણ મહેકે, આ ઘર આંગણે પણ મહેકે,

આ રંકને પણ એવી જ સુગંધ આપે,

જેવી રાજાને આપે.

ફૂલોને આ નૈતિક મૂલ્યો કોણ શીખવતું હશે ?


શું આ પ્રકૃતિ પાસે કોઈ કૅલેન્ડર હશે ?

પાનખરે ના ઉદાસ બને,

વસંતના વૈભવે પણ ના કરે અહંકાર.

આ પ્રકૃતિને ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહેતા કોણ શીખવતું હશે ?


આ વૃક્ષોને પરોપકારી સંત જેવા બનવા

કોણ પ્રેરતું હશે ?

આ પ્રકૃતિમાં આટલા બધા રંગો,

કોણ પૂરતું હશે ?


આ માનવીના મનમાં સપનાઓના અવનવા રંગો કોણ ભરતું હશે ?

આટલા સુંદર કાર્યો પછી, શું એને જાહેર થવાની કોઈ ઈચ્છા નહિ થતી હોય ?


શું ઈશ્વરને મનુષ્યની રૂબરૂ મુલાકાત લેવાની ઈચ્છા નહિ થતી હોય ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational