Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Inspirational

4  

Neha

Inspirational

કોણ આ કરે છે ?

કોણ આ કરે છે ?

1 min
1.6K



કુદરત તારા ચિત્રમાં, અદભુત રંગ ભરે છે !

ઉષા ને સંધ્યા થઈ, કોણ આ હસ્તાક્ષર કરે છે ?


હરી ભરી વસુંધરા પર, નીલરંગી ગગન ચિત્રે છે !

વાદળોના ગાલ થઈ, કોણ આ ચુંબન કરે છે ?


પર્વતોની ટોચ, નભના લલાટ પર રેખાઓ કરે છે !

સરિતાનો ખોળો થઈ, કોણ આ ખેલ ખેલે છે?


રંગબેરંગી ફુલો પર, ઝાકળથી કવિતા લખે છે !

પારિજાતને ગુલાબ થઈ, કોણ આ બગીચામાં મહેંકે છે ?


સર્વ જીવોને સર્વોત્તમ આપી, જીવનું પોષણ કરે છે !

હંમેશા જગન્નાથ થઈ, કોણ આ મહેર કરે છે ?


Rate this content
Log in