STORYMIRROR

Jaydip Bharoliya

Romance

3  

Jaydip Bharoliya

Romance

કોઈનું હોવું ઘણું છે

કોઈનું હોવું ઘણું છે

1 min
1.4K


પ્રેમનું એ પતકડું છે

ચાવી વાળું રમકડું છે


પ્રેમનો પુરાવો નથી કોઈ

આંખોને કહેવું ઘણું છે


યાદોના સીમાડા નથી કોઈ

યાદોમાં રહેવું ઘણું છે


હૈયામાં હેત ભરી કોઈ

આવે તો ખમવું ઘણું છે


રૂપ તારું જોવે બીજું કોઈ

નયનોએ સહેવું ઘણું છે


અશ્રુઓની જગા કરે કોઈ

અંધારામાં વહેવું ઘણું છે


રાત આખી રડવા દે કોઈ

યાદોમાં રડવું ઘણું છે


વાત કરવા રાજી થાય કોઈ

હૈયાનું કહેવું ઘણું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance