કોઈ પૂછે છે?
કોઈ પૂછે છે?


ભલાની ભલમનસાઈ, કયાં કોઈ પૂછે છે.?
અહીં તો ખુદ ખુદની તારીફ ઈચ્છે છે.!
ધર્મમાં વાત ગીતા અને રામાયણની સહુ કોઈ ઝંખે છે.
આચરણમાં, કયાં કોઈ કૃષ્ણ અને રામ જેવા બને છે.?
મળે જો બે બોલ પ્રશંસાના તો એ ગગનમાં ઊડે છે.!
ભલા ની ભલમનસાઈ, કયાં કોઈ પૂછે છે.?
અહીં તો ખુદ ખુદની તારીફ ઈચ્છે છે .!
કળિયુગમાં, ક્યાં કોઈ સુદામાને દીસે છે. ?
સુખની શોધમાં સહુ કોઈ જગમાં ભટકે છે.!
દુઃખની વેદના, ક્યાં કોઈ મંદ સ્મિતમાં ઝીલે છે.?
વાત સમાજમાં બધાં રીતરિવાજોની કરે છે.!
પરવા રંકના બાલુડાની, ક્યાં કોઈ કરે છે.?
વાત જગમાં બધાં આજે પરિવર્તનની કરે છે !
દીકરીની વેદના, ક્યાં આજે કોઈ પૂછે છે.?
વાત સ્વાભિમાનની, આજે બધાં ઈચ્છે છે.!