Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

કણ એક વાવી મણ કરે

કણ એક વાવી મણ કરે

1 min
381


ખેડૂત તો છે નાથ જગનો માનને મનવા હવે તું,

પોષણ કરે આખી ખલકનુ, જાણને મનવા હવે તું.


કણ એક વાવી મણ કરે, જુએ નહીં એ ટાઢ તડકો,

ત્યારે મળે છે અન્ન રૂડું! વાંચને મનવા હવે તું.


લીલો પડે સૂકો પડે, દુષ્કાળ ભાંગે કેડ એની,

પીવા પડે ત્યારે ગરલ પણ ભાળને મનવા હવે તું.


ના દામ આવે પૂરતાં, હીરા સમા એ ધાન્યના તો,

અકળાય ને આક્રંદ કરતો, ટાળને મનવા હવે તું.


દાતાર દિલનો છે ઘણો ના જાય ખાલી કો' ખળેથી,

મહેમાનથી ઘર શોભતાં એ માણને મનવા હવે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational