STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

કમાલ છે!

કમાલ છે!

1 min
313

એક સ્મિતનું આ કમાલ છે,

જે કરે એને સહુનું વ્હાલ છે.


બેસૂરાને એ સૂરમાં કરે,

એવો તીરકીટ ધા નો તાલ છે.


સંજોગો ગમે તેવા હશે ભલે,

એક મલકાટથી બધું નિહાલ છે.


એકવાર તો પ્રયત્ન કરીજો,

એ બેધારી તલવારની ઢાલ છે.


આજ ગમેતેવી હશે તારી દોસ્ત,

એના થકી જોજે ઉજળી કાલ છે.


ને વાત ક્યાં મારી કરું કલ્પ,

બેહાલીમાં પણ મસ્ત હાલ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational