કિસ્મત
કિસ્મત
એ ગ્રહ-નક્ષત્રો જુએ છે, કિસ્મતમાં માને છે,
એમ કરીને ઘણું ખોવે છે, કિસ્મતમાં માને છે.
એને નથી ભરોસો ખુદ પોતાની જાત ઉપર,
નિષ્ફળતા પામી રોવે છે, કિસ્મતમાં માને છે.
પ્રારબ્ધ જ છે સર્વસ્વ એના માટે જગતમાં,
પુરુષાર્થને એ વગોવે છે, કિસ્મતમાં માને છે.
હાથની રેખામાં એને છે વિધાતાએ લખેલું,
જાતને ક્યાં નીચોવે છે, કિસ્મતમાં માને છે.
આત્મબળની શું વાત કરવી એની સન્મુખ,
સૂતેલાંનું કાયમ સૂવે છે, કિસ્મતમાં માને છે.
