કીડીની જેમ ઉદ્યમ કરતા રહેવું
કીડીની જેમ ઉદ્યમ કરતા રહેવું
મળે નિષ્ફળતા તોયે હસતા રહેવું મારે,
વારવાર પ્રયાસો કરતા રહેવું મારે.
ભલેને રાહ મારી હોય કંટક ભરેલી,
તોયે ફૂલની જેમ મહેકતા રહેવું મારે.
ભલે ને હોય અમાસ સમી અંધકાર રાત,
તોયે ચાંદની જેમ ચમકતાં રહેવું મારે.
ઠોકર લાગે તો પડીને ઊભા થવું મારે,
કરોળિયાની જેમ સતત પ્રયાસો કરતા રહેવું મારે.
થાકી હારી ને કદી બેસવું જ નથી,
બસ કીડીની જેમ ઉદ્યમ કરતા રહેવું મારે.
