ખૂંખાર જાનવર પાલતું બની જાય
ખૂંખાર જાનવર પાલતું બની જાય
પ્રેમમાં એવો જાદુ,
પથ્થર પણ મીણ સમ પીગળી જાય,
પાણીના જાદુઈ સ્પર્શથી,
આ કાળમીંઢ પથ્થર પણ ઓગળી જાય,
પ્રેમથી આ દુશ્મન પણ,
દોસ્ત બની જાય,
મળે જો પ્રેમ તો આ ખૂંખાર પ્રાણી,
પણ પાલતું બની જાય,
પ્રેમનો છે જાદુ એવો,
લક્કડની આરપાર જનારો ભમરો,
ફૂલના પ્રેમમાં કેદ થઈ જાય,
પ્રેમમાં જાદુ એવો રિવાજોની જંજીર પણ તોડી જાય,
જો ને આ નદી સાગરને મળવા દોડી જાય.
