STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

ખૂબ સમર્થ મનાઓ

ખૂબ સમર્થ મનાઓ

1 min
301


ખૂબ સમર્થ મનાઓ, 

તમે સમર્થ ખૂબ મનાઓ.

સિદ્ધોના સ્વામી ઈશ્વર ને

તારણહાર ગણાઓ... તમે

કૃપાનિધાન ખરેખર મોટા,

કૃપા સદ્ય વરસાવો;

પોકારો પ્રેમીનાં સુણતાં

તરત પીગળી જાઓ... તમે

ઉદાર દિલ છો, પ્રાર્થના સુણી

પ્રેમી પાસે આવો;

જીવ જોખમે વચન પ્રમાણે

રક્ષા કરો, બચાવો... તમે

દાનેશ્વરી તમારા સમ ના

સિદ્ધિ સૌ વરસાવો;

શરણાગતને સંતોષ ધરો,

સ્વપ્ને ના તલસાવો... તમે

ચિંતા ને રોદન ભક્તોનાં

ટાળી શાંતિ અપાવો;

'પાગલ' પ્રેમીને તો શાને

ગાળો તેમ તપાવો ? ... તમે

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics