ખોજ
ખોજ
ખોજતાં મળ્યો, ખુદા ને આજ હું
હું વિચારું કેવડી કાઢું લાજ હું ?
ના, હરિ તો એના એ જ છે
પણ બતકથી, બની ગયો છું બાજ હું,
આલવા ને એ ઊભા, અઢળક અલખ
ને પાત્ર લેવા વહી ગયો શા કાજ હું ?
એ ઊભા છે સ્મિત, લઈને મુખ થકી
ને હસું કે રડું ના ભરમાંજ હું !
લેવું છે ને તેટલું, તું લઈ શકે.
પણ,લઉં તો કેટલું ? શા કાજ હું ?
થામી ને ભાલે, એમણે તિલક કર્યું
મેં કહ્યું કે બન્યો સરતાજ હું !
એનો અખંડ હાથ, જ્યાં માથે ધર્યો
તો સમજી ગયો છું, આજ ખુદનો રાઝ હું,
ખોજતાં મળ્યો, ખુદાને આજ હું !
હું વિચારું કે વળી, કાઢું લાજ હું ?
