STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

ખમીર.

ખમીર.

1 min
26.6K


કોઈ અપંગની ટેકણલાકડી થવામાં છે ખમીર માનવજાતનું.
ભૂખ્યાં તરસ્યાંની આંતરડી ઠારવામાં છે ખમીર માનવજાતનું.

મર્યા પછી ચક્ષુદાન કરીને જીવવામાં છે ખમીર માનવજાતનું.
જીવતેજીવ રક્તદાન કરી બચાવવામાં છે ખમીર માનવજાતનું.

ક્વચિત અભણને અક્ષરજ્ઞાન દેવામાં છે ખમીર માનવજાતનું.
કીડનીદાન કરી નવજીવન આપવામાં છે ખમીર માનવજાતનું.

કોઈની બહેનબેટીની લાજ રક્ષવામાં છે ખમીર માનવજાતનું.
અનાથની બેટીને વાલી થૈ પરણાવવામાં છે ખમીર માનવજાતનું.

અન્ન,વસ્ત્રને આવાસમાં કોઈને બક્ષવામાં છે ખમીર માનવજાતનું.
ગૌરક્ષા કે દેશરક્ષા કાજે ખપવામાં છે ખમીર માનવજાતનું.

ચૈતન્ય જોષી પોરબંદર. " દિપક "


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational