ખિસકોલી અને પ્રકૃતિ
ખિસકોલી અને પ્રકૃતિ
પ્રકૃતિના સર્જન સાથે પશુ પક્ષીનું મહત્વ છે,
પર્યાવરણનો ભાગ બનીને સુંદર એ સર્જન છે,
કલરવ કરતા પક્ષીઓ, કુદરતની એ શોભા છે,
બાગ બગીચામાં મધુરસ પીતા, પતંગિયા કેવા છે !
કીડી મંકોડા પણ ટોળે મળીને, બાગમાં દર કરે છે,
નાની નાની ખિસકોલી પણ મુક્ત દોડાદોડી કરે છે,
ભય લાગતા ખિસકોલી, સીસકારા પણ કરે છે,
પ્રેમ જાણતા ખિસકોલી પણ, માનવ સાથે ભળે છે,
બદામ, શીંગ, અખરોટ ખાતા, ખિસકોલી મજા કરે છે,
જીવજંતુ, ફૂલ રસ ને મૂળ ખાઈને ખિસકોલી જીવે છે,
ઋષિ મુનિઓને વ્હાલી લાગતી ખિસકોલી ખીલે છે,
પ્રભુ રામની પ્યારી લાગે, ખિસકોલી ભક્ત બને છે,
પ્રકૃતિના સર્જન સાથે પશુ પક્ષીનું મહત્વ છે,
પર્યાવરણનો ભાગ બનીને સુંદર એ સર્જન છે.
