કેટલું?
કેટલું?
આકાશ તારે હજુ રડવાનું કેટલું?
અશ્રુથી ધરાને હજુ મળવાનું કેટલું?
મંડાયો તું અવની પર ચોમાસાંથી,
આવ્યો શિયાળોને રોકાવાનું કેટલું?
અતિની ગતિ નથી હોતી ક્યારેય,
સન્માન સાથે પાછા ફરવાનું કેટલું?
અત્યાચાર થાય તારા વરસવાથી,
પ્રજાનું હજુય સાંભળવાનું કેટલું?
આવ્યું તારે હવે તો વિદાયટાણું,
પરત અહીંથી નીકળવાનું કેટલું?
