STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કેટલું

કેટલું

1 min
325

અંતરથી અંતર રાખવું પણ કેટલું ?

અમી માની વિષ ચાખવું પણ કેટલું ?


કાલ થશે સારું એવી આશા હતી,

સુખ હો બીજાનું ઝાંખવું પણ કેટલું ?


નથી અક્ષયપાત્ર કે સતત દીધા કરું,

મનનું પાત્ર ફૂટેલું આપવું પણ કેટલું ?


જે નથી મારું એ તો દૂર જ રહેવાનું,

કલ્પનાની આંખે તાકવું પણ કેટલું ?


કલ્પવૃક્ષ નીચે બેસી કરું છું વિચારો,

મહેનત વિના રોજ માંગવું પણ કેટલું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational