STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

કારણ ન શોધ

કારણ ન શોધ

1 min
26K


કારણ ન શોધ અહી તું દેખાતા દરેક સંબંધમાં,

ક્યારેક અકારણ કર પ્રવેશ સ્નેહ કેરા સંબંધમાં.


ફળની આશા તો બહુ દૂરની વાત રોપણી પછી,

એક શીતલ છાયા છુપી હોય છે દરેક સંબંધમાં.


તમે બાંધો અને અમે ન નિભાવીએ જો પ્રેમ બંધન,

ઉણપ ક્યાંક હોવી જોઈએ અંતરના અનુબંધમાં.


ભલે હોય આભાસ અધૂરી ઉમ્મીદ મિલનની,

કૈક તો છે જરૂર આભ અને ધરાના ઋણાનુંબંધમાં.


કોણ અપરિચિત આવ્યું "પરમ" ઓળખ થઈ મારી,

કોઈ છુપો ઈશારો છે પરમાત્માના "પાગલ" પ્રબંધમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational