STORYMIRROR

Kaushik Dave

Tragedy Inspirational Others

4  

Kaushik Dave

Tragedy Inspirational Others

કાગડાઓ

કાગડાઓ

1 min
335

કોણ કહે કાગડાઓ, આકાશમાં જ ઊડે છે !

ધરતી પરના કાગડાઓ, એથી વિશેષ ઊડે છે,


કાગડાઓ તો કાળા જ દેખાય છે,

પણ ગંદકીને પણ સાફ કરે છે,


શ્રાદ્ધના દિવસોમાં ખીર પુરી ખાવા આવે છે,

કા.‌‌કા..કા.. કરતા કાગ, મહેમાનની જાણ કરે છે,


આતો થઈ કાગડાઓની વાત,

માણસની વાતો જુદીજ પડે છે,

એટલે તો ધરતીના કાગડાઓ વધુ ઊડાઊડ કરે છે.


કટોકટી જીવનમાં દરેકને આવે છે,

એ વખતે કાગડા ચાંચ મારવા આવે છે,


સલાહોથી ભરપૂર કટાક્ષો પણ કરે છે,

ના મદદ કે ના સાંત્વના આપવા આવે છે !


વધુ ચઢીને વાતો દુનિયામાં કરે છે,

ખુશ થતા કાગડાઓ મનમાં હસે છે,


આકાશના કાગડા તો સારા જ હોય છે,

ધરતીના કાગડાઓ કો'કનું જીવન ચૂંથે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy