STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Classics Fantasy Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Classics Fantasy Others

જુવાન રહેતી કાયમ ઈચ્છા

જુવાન રહેતી કાયમ ઈચ્છા

1 min
332

શૂન્ય તણો સરવાળો કરતાં, જીવન જીવી જાને મનવા,

અંતરના સૌ દ્વેષો ખરતાં, જીવન પોંખી જાને મનવા.


જુવાન રહેતી કાયમ ઈચ્છા, થાતી કાયા ઘરડી,

મરણાંતે પણ જુસ્સો ધરતાં, જીવન માણી જાને મનવા.


આંટીઘૂંટી જીવન કેરી, ગુંચાયુ છે જગ આખુંયે,

સૂત્રો સઘળાં સાચા ગણતાં, જીવન રોપી જાને મનવા.


કાળ તણી એક થપાટે, થઇ જાશે સઘળું વેરણ છેરણ !

સત્કર્મોનું ભાથું ભરતાં, જીવન તારી જાને મનવા.


નિરાશાના વાદળ છાયા, આખા જગમાં, 'શ્રી ' ટાળો ને !

નવધા ભક્તિ ગણીને હસતાં, જીવન વાવી જાને મનવા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics