STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

4  

Kiran piyush shah "kajal"

Drama

જરૂરી છે

જરૂરી છે

1 min
316

જૂની યાદો હવે મીટાવવા રહેમત જરૂરી છે.

હવનમાં હોમવા માટે અહીં હિંમત જરૂરી છે.


વચન આપ્યું હતું મળશું ફરી ક્યારેક જીવનમાં,

ફરજ સમજી અહીં મળવા હવે કિસ્મત જરૂરી છે.


નકારી લાગણીઓને, રડી પડશે છૂપાવીને,

તમારી વાત કરવા સ્મિત ને મહેનત જરૂરી છે.


ટકોરા મારતી આવી સવારી એમની ત્યારે,

હસીને આવકારી આખરે ખિદમત જરૂરી છે.


નકામી આમતો ચિંતા કરી આફત ગળે લાવ્યાં,

પડે એવા ઉભા કરવા અહીં નિસ્બત જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama