જન્મદિન મુબારક હો
જન્મદિન મુબારક હો
જન્મદિન મુબારક હો કૃષ્ણપ્રભુ કિરતારને.
જન્મદિન મુબારક હો દ્વારકાધીશ સરકારને.
કરી બાળલીલા નંદયશોદાને સુખ દીધાંને,
જન્મદિન મુબારક હો બાલમુકુંદ અવતારને.
મારી પૂતના, હર્યું કુરુપ કુબ્જાનું ચંદન લીધાંને,
જન્મદિન મુબારક હો મામા કંસ હણનારને.
હર્યો મોહ અર્જુન તણો રણમધ્યે બોધનારને,
જન્મદિન મુબારક હો એ ગીતાના ગાનારને.
કરી સ્થાપના ધર્મતણી ભૂમિભાર હરનારને,
જન્મદિન મુબારક હો યુગેયુગે અવતરનારને.
