જંગલકેરા પ્રાણીઓની
જંગલકેરા પ્રાણીઓની
જંગલકેરા પ્રાણીઓની સવારી નીકળી આજે
બજારકેરી વાટે એતો ચાલ્યા સૌ આજે
ફટાકડાની ખરીદી કરવા નીકળી ગયા સવારે
ઉતાવળા ઉતાવળા પગલે આજે સૌ ચાલે
જંગલકેરા પ્રાણીઓની.....
શિયાળભાઈએ ભીતભડાકા ને લીધી ફૂલઝરી
સુતળીબોમ્બ સાથે લીધી ચકલી મોટી મોટી
ફટાકડાની થેલી ભરી શિયાળભાઈ આવ્યા
જોઈ ઝાઝા ફટાકડા થયા રાજી રાજી
જંગલકેરા પ્રાણીઓની....
હાથીભાઈતો બજારની ભીડમાં ફસાયા
નીકળાય નહીં બજારમાં હવે આગળ
ફટાકડાની ખરીદી કરવા આમતેમ ભાગતા
પ્રાણીઓમાં રહ્યા એ તો સૌની પાછળ
જંગલકેરા પ્રાણીઓની....
જંગલમાં ભેગા મળી મનાવી દિવાળી
સસલાભાઈએ મજાની બનાવી રંગોળી
ફટાકડા ફોડવા સૌ ઉતાવળાં આજે થયાં
જંગલકેરા પ્રાણીઓ ઉત્સાહમાં દેખાયા.
જંગલકેરા પ્રાણીઓની....
