STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

જલપરી

જલપરી

1 min
146

નથી જોઈ પણ વાર્તાઓમાં આવે એક જલપરી,

છો હોય કાલ્પનિક પણ મન બહલાવે જલપરી.


વાર્તા દ્વારા બાળકોને અપાય છે એક શીખ,

સારું કરો કાર્ય તો મદદ કરે છે જલપરી.


નદીમાં હોય સાગરમાં હોય એવું આપણે માનીએ,

છો હોય કાલ્પનિક પણ મનમાં ગમતી જલપરી.


સાગરમાં મસ્ત બનીને તરતી હોય જલપરી,

મત્સ્ય સાથે આનંદ કરતી રમતી જલપરી .


માછલી રમે કાચબો તરે સાથે રંગીન જલપરી,

જલપરી કદાચ દેખાય તો કહેજો કેવી લાગે જલપરી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy