જિંદગીનો જીતનાર
જિંદગીનો જીતનાર


જિંદગીનો જીતનાર તું જ છે.
જિંદગીનું હારનાર તું જ છે.
તારી હિંમતને ઓળખનાર તું જ છે.
તારી નબળાઈને પારખનાર તું જ છે.
તારા પરોઢના સપનાને પૂરાં કરનાર તું જ છે
તારા કિંમતી સપનાને તરછોડનાર તું જ છે,
નિષ્ફળતાથી આખી જિંદગી ટૂંકાવનાર તું જ છે
નિષ્ફળતામાંથી કંઈક શીખનાર સફળ વ્યક્તિ તું જ છે,
ભગવાન પર આશા રાખી બેસનાર તું જ છે
પોતાની જાત મહેનત પર વિશ્વાસ રાખનાર તું જ છે,
નસીબને કોશી કિસ્મતની લકીર મિટાવનાર તું જ છે
નસીબની પરવા કર્યા વગર કિસ્મતમાં લકીર કંડારનાર તું જ છે.