જિંદગી
જિંદગી
સદગુણોથી સુશોભિત બને છે જિંદગી.
જીવન જીવવાની રીત બને છે જિંદગી.
સદાચાર ઘરેણું છે આચરણનું આખરે,
સત્વરૂપે જાણે નવનીત બને છે જિંદગી.
સત્યવચનને વાણી પરા ભાગ્યે જ મળે,
સંવાદીપણાનું રખે ગીત બને છે જિંદગી.
સજ્જનોના ઉરે સ્થાન મળે છે આપણું,
ને પછી ઈતિહાસે અંકિત બને છે જિંદગી.
વૈભવ સદાચારનો એક સાચી મૂડી બની,
હારનેય હરાવીને સંસ્કૃત બને છે જિંદગી.