જિંદગી
જિંદગી


આજ બેઠો હું સરેરાશ કાઢવા,
કેટલો જીવ્યો અહેસાસ કાઢવા.
હાથમાં સિગરેટ ને હવા બગાડતો,
તો'ય હું કંઈક છું સમો શ્વાસ વાઢવા !
સાવચેત કર્યો હતો એમણે મને,
તો'ય ચાલ્યો સતત હું લાશ કાઢવા !
સમય ભી સાવચેત કરતો રહ્યો મને,
હાલ,લોકો જાય છે ને વાંસ કાઢવા ?
આજ બેઠો હું સરેરાશ કાઢવા,
કેટલો જીવ્યો અહેસાસ કાઢવા.