STORYMIRROR

Heena Pandya (ખુશી)

Classics Thriller

3  

Heena Pandya (ખુશી)

Classics Thriller

જિંદગી

જિંદગી

1 min
1.1K


ભીડ સાથે ટ્રેનમાં લટકી રહી છે જિંદગી.

શું કમાવા દરબદર ભટકી રહી છે જિંદગી?


પૂરપાટે માર્ગ પર દોડી રહી છે જિંદગી.

શ્વાસ લેવા ક્યાં કશે અટકી રહી છે જિંદગી?


કેટલાં'દી જીવશું ના એ નથી કંઈ કામનું !

હાથમાંથી સાવ જો છટકી રહી છે જિંદગી.


રોજ કેવી ઠોકરો વાગ્યાં કરે છે શું કહું?

રાંઢવા તકલીફના ઝટકી રહી છે જિંદગી.


પ્રેમની લાલચ ઘણી છે એટલે તો માંગવા,

ગોળમાં કીડી સમી ચટકી રહી છે જિંદગી.


આભમાં ઊડી ગયાં છે દૂર જેઓ પાંખ લઇ,

લાગણીમાં જોરથી પટકી રહી છે જિંદગી.


ઊગવાની આશ સાથે મૂળ સીંચીને "ખુશી"

પર્ણ જેવી ડાળથી બટકી રહી છે જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics