જિંદગી પૂરી થઈ જાય છે
જિંદગી પૂરી થઈ જાય છે
કયારેક જિંદગીમાં ગમતું મળી જાય છે,
પછી ગમતું જ અણગમતું બની જાય છે,
અજાણતામાં પારકું પોતાનું બની જાય છે,
પછી અચાનક પોતાનું પારકું થઈ જાય છે,
કયારેક સુખમાં માણસ દુઃખ ભૂલી જાય છે,
પછી દુઃખમાં સુખની યાદ આવી જાય છે,
કયારેક મળે એની કિંમત ક્યાં સમજાય છે,
પછી ખોવાય ત્યારે અણમોલ બની જાય છે,
કયારેક દુનિયા સાથે દિલ ખેંચાઈ જાય છે,
પછી મોજશોખમાં મન મસ્ત બની જાય છે,
કયારેક મારા તારામાં સમય નીકળી જાય છે,
પછી 'વાલમ' જિંદગી પૂરી થઈ જાય છે.
