જિંદગી પણ છે બહાનું
જિંદગી પણ છે બહાનું
જિંદગી પણ છે બહાનું,
જે રમતનું પડ્યું પાનું.
કોઈની આંખે ઉતારો,
એય ક્યાં છે કામ નાનું.
કવિતા માટે જ કવિએ,
કફનમાં રાખ્યું ય ખાનું.
સમય મોસમ તક મળે તો,
રહે ઝાંઝર કેમ છાનું.
જિદ મળવાની હતી તો,
કેમ રાખ્યું નામ ચા નું.
એ જ તો એની જફા છે.
દિલ 'હા'નું નયન 'ના'નું.
ગઝલ કહે છે મનાવીશ પણ,
'રશ્મિ'ની નહીં વાત માનું.
