STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

જિંદગી મહેકાવીએ

જિંદગી મહેકાવીએ

1 min
263

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ

મારા જીવન કેરી મહેકતી વસંત છે તું

મારા જીવનની એક નવી આશ છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

મારા ખોવાયેલા ભૂતકાળની યાદ છે તું

આ વિશાળ દુનિયામાં મારો સાથ છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

મારું સુખ વહેંચવા બમણી ખુશી છે તું

મારા દુઃખને મટાડનાર મીઠી દવા છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

મારા હાથની મહેંદીની મહેક છે તું

મારા વૃદ્ધત્વનો એક સહારો છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

મારા આત્માની નવી પહેચાન છે તું

મારા મોં પરની સ્મિતભરી ઝલક છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

મારા જીવનના પાનખરની વસંત છે તું

મારા હૈયાના હરખની હેલી છે તું

ચાલને બની એકબીજાનો સહારો જિંદગી મહેકાવીએ...!

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational