STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

જિંદગી જીવવાનું મન થયું

જિંદગી જીવવાનું મન થયું

1 min
190

બસ ક્ષણોને રોકવાનું મન થયું,

મોતને પણ જીવવાનું મન થયું,

કૂંપળો ફૂટી દીવાલે જ્યારથી, 

ઓશબિંદુ પી જવાનું મન થયું.


ઝાડ પરથી ઈંડા ચોરાયા પછી,

વૃક્ષ કાપી નાખવાનું મન થયું,

વાત મનની સાંભળી છે ક્યાં કદી ?

મારી મનને જીવવાનું મન થયું.


જીદ જીતીને અહમ હારી ગયો,

જીતીને પણ હારવાનું મન થયું,

વાસનાનો જ્યાં થયો બસ મોક્ષ ત્યાં,

જિંદગીને ચાહવાનું મન થયું


સપ્તરંગી જિંદગી જોઈ "દિલીપ"

બુદબુદાને ફૂટવાનું મન થયું.

બસ ક્ષણોને રોકવાનું મન થયું,

મોતને પણ જીવવાનું મન થયું,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational