Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

જિંદગી જીવો

જિંદગી જીવો

1 min
211


જિંદગી જીવો તમે આરામથી,

જેમ કાદવમાં કમળ વિશ્રામથી,


ના ડગ્યું કાદવ સમા દલચક્રથી,

વિષ્ણુનું આસન થયું પયગામથી,


દુ:ખના ડુંગર ભલે તૂટી પડે,

સામનો તું કર સદા બેફામથી,


પીઠ પાછળ ઘા કરે એ જન અધમ,

 ક્યાં ડગ્યું સત્ જૂઠના ઈલઝામથી ?


બસ ઈરાદો સાફ રાખી ચાલજો,

સુખ તો આવે નિત્ય એ અંજામથી,


પ્રેમ નિ:સ્વાર્થીની આબેહૂબ છબ,

તે વસે તીર્થોમાં રાધા શ્યામથી,


મા ધરા પાલવમાં સત્કર્મો જડી,

'પારુ' અંતિમ શ્વાસ ભર હરિ નામથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational