STORYMIRROR

Falguni Rathod

Inspirational Others

3  

Falguni Rathod

Inspirational Others

જીવવાની કળા

જીવવાની કળા

1 min
184

પહેલું સુખ ધન દૌલતનું નથી મારા ભાઈ,

તંદુરસ્ત શરીર સુડોળ કાયામાં રહ્યું રે ભાઈ,


જંકફૂડના દિવાનાઓ સમજી જજો ભાઈ,

મેદસ્વી જીવન જીવવા પડશે મારા રે ભાઈ,


પીઝા, બર્ગર, ચીઝ ખાઈને થશો જાડા ભાઈ,

હેલ્થી ડાયટ અપનાવી સુખી થશો રે ભાઈ,


બેઠાડું જીવન જીવનારા નોતરે રોગ ભાઈ,

જીમ કસરત કરનારાની આયુ વધશે રે ભાઈ,


મોડા ઊઠવાની આદત ઝટ છોડી દો ભાઈ,

વહેલા ઊઠીને જોગિંગ કરતા રહેજો રે ભાઈ,


જાડાપણુંની બીમારી વળગી ગઈ જો ભાઈ,

કાયમી દવાઓની પછી લાઈન લાગતી રે ભાઈ,


નિરામય જીવન જીવવાની કળા જાણી લો ભાઈ,

તંદુરસ્ત તનની સાથે મનને સદા જોડી દો રે ભાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational