જીવનસાથી
જીવનસાથી
જીવનસાથી..
જીવનપથ પર,
તારી હમસફર બની,
હરકદમ તારી
સાથે ચાલીશ હું.
સંસારનાં તડકા મહી,
જ્યાં છાંવ ઝંખીશ તું
ઘટાદાર વૃક્ષ બની,
ત્યાં- ત્યાં ઉગીશ હું.
ઘોર અંધકારમાં, પ્રકાશનું
એક કિરણ જ્યાં શોધીશ તું,
તારા અંતરનાં આવળમાં,
બની દીપ પ્રગટીશ હું.
સુખમાં ભલે સાથ ન દઉં,
તુજ વેદનાની આગ
વ્હાલપની વાદળી,
બનીને ઠારીશ હું.
સ્મિતને રાખજે સલામત,
અન્યને કાજ તું,
વ્રણ દુઝાયેલાં તારા,
અશ્રુનાં ધાગે સીવીશ હું.
Kuntal Shah

