જીવનસાથી
જીવનસાથી


પ્રારબ્ધના પ્રતાપે તું આવીને મળી છો.
વહેતા વારિ સમ વાતાવરણે ભળી છો.
હતી મારી સ્વપ્નમૂર્તિ ઈપ્સિત આખરે,
તું નથી પુષ્પ જીવનબાગ કેરી કળી છો.
જિંદગીમાં આવ્યો અવસર તારા થકી,
ધપતી આગેને પકડી મુજ આંગળી છો.
કહાની એ કિસ્મત તણી લેણદેણની ને,
બનીને સદભાગ્ય રખે મુજને ફળી છો.
હતો હું દીપક ટમટમ પ્રકાશતો ફળિયે,
બનીને જ્યોતિ તું કેવી ઝળહળી છો.
જીવનસાથી સુખદુઃખમાં હો સમીપે ને,
નથી માત્ર ભાર્યા એથી વિશેષ વળી છો.