STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

4  

Bharat Thacker

Inspirational Others

જીવનની શતરંજ

જીવનની શતરંજ

1 min
351

જીવનની રમતમાં શતરંજ કેરી ચાલ છે,

સતર્કતાથી રમો તો કમાલ અને કમાલ છે,

જીવન હોય કે શતરંજ, ના રાખો કોઇ રંજ,

દરેકની પોતપોતાની આગવી ચાલ છે.


કોણ કોને દેશે માત એ સવાલ છે,

નાન એવી ભુલ કરી નાખે ધમાલ છે,

જીવન હોય કે શતરંજ, ના રાખો કોઇ રંજ,

શિકારી પણ ક્યારેક થઇ જાય હલાલ છે.


દાવપેચ પ્રમાણે, પાછુ હટવું એ પણ એક ચાલ છે,

પોતપોતામા હોય સંકલન તો, સામેવાળાની ક્યાં મજાલ છે !

જીવન હોય કે શતરંજ, ના રાખો કોઇ રંજ,

વિચારીને ચાલ ચાલવાવાળો હંમેશા માલામાલ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational