જીવનની પાનખર
જીવનની પાનખર
જીવનની વસંતમાં આમ અચાનક પાનખર આવી ગઈ,
વિચારોનાં વમળોમાં જિંદગી બદલાઈ ગઈ,
આશાઓના અરમાનોમાં, સુખરૂપી સમુદ્રની લહેર આવી ગઈ,
નિરાશાની મૂર્તિ દુઃખરૂપી દરિયામાં ડૂબી ગઈ,
પડકારોના પહાડમાં ઝંખનાનાં ઝરણાં વહી ગયા,
સુખની શોધમાં ડૂબકી મારીને મરજીવિયા મોતી લઈ ગયા,
જીવન જીવવાની મજા કંઈ ઓર છે "દેવ",
આ જાલીમ દુનિયા મારતી રહેશે સદૈવ.
