ખ્યાલ આવી ગયો
ખ્યાલ આવી ગયો
જોયા તમને અમે,
ને એ પ્રેમનો ખ્યાલ આવી ગયો,
તમારું હાસ્ય સદાય જોઈને,
અમને હસવાનો ખ્યાલ આવી ગયો,
ખુદ રડ્યા ને અમને હસાવ્યા,
ને હસ્યા પછી રડવાનો ખ્યાલ આવી ગયો,
તમારો એ સ્મિત ભરેલો ચહેરો,
સદાય અમારા દિલમાં રહેશે એવો ખ્યાલ આવી ગયો,
કામણગારા આ તમારા નયનો જોઈને,
અમે કલ્પના વિહારમાં ડૂબી ગયા એવો ખ્યાલ આવી ગયો,
તમે એવા તો આવ્યા અમારી જિંદગીમાં,
કે જિંદગી શું છે એનો ખ્યાલ આવી ગયો,
તમે તો જિંદગી જીવ્યા અવિરત "દેવ",
પણ અમે તો સદાય તમારી યાદોમાં જીવીશું એવો ખ્યાલ આવી ગયો.
