જીવનની કેડી કંડારી
જીવનની કેડી કંડારી
સ્નેહનાં સથવારે ખુશાલ જીવનની કેડી કંડારી,
ખુશી-ગમનાં ઉછાળથી આયખાની સિદ્ધિ સમજાણી.
એકાદ મનચાહી પળે સૂરજની લાલિમા બાંધી,
રોશની ધરી પાલવે તો સૌ કોઈએ ઉછીની માંગી.
આભના ચાંદ સમી જીવિકાની ઘટમાળ ચાલી,
સુખદુઃખની ભરતીઓટે આવરદાની ગાડી હંકારી.
નજરમાં હતી હંમેશ મનનું સોંદર્ય પારખવાની કૂચી,
બાકી ગણ્યું આડંબર મિથ્યા, આભાસી રૂપને પિછાણી.
જીવનની ગતિ કદી ના ફગે લાલિમા એવી રાખી,
ઘટામાળને રોકી કાઠે સોંદર્ય રસની સુવાશ ચાખી.
