જીવનની અવસ્થા
જીવનની અવસ્થા
જન્મથી મૃત્યુ સુધીની વિવિધ અવસ્થા,
પ્રથમ પગથિયે બાલ્યાવસ્થા..
પાર કરે જીવ હસતાં રમતાં..
જીવનની આ અદભૂત અવસ્થા,
બીજા પગથિયે કિશોરાવસ્થા,
ભણતર અને ગણતર એ શીખતા..
થોડી અવઢવ ભરી આ અવસ્થા..
ત્રીજા પગથિયે યુવાવસ્થા,
જુસ્સો અને ઉમંગભરી આ અવસ્થા,
આંખો મહીં ભવિષ્યનાં સપના..
ચોથા પગથિયે પ્રૌઢાવસ્થા,
જીવનમાં હવે સ્થિરતા,
જવાબદારીપુર્વક જીવન નિર્વાહ કરતા..
પાંચમા પગથિયે વૃદ્ધાવસ્થા,
શરીર હવે જર્જરિત બનતા..
જીવનમાં ભાસે નિરસતા..
પ્રભુ સ્મરણમાં દિવસો વિતતા..
અંતિમ પગથિયે મૃત્યુ અવસ્થા,
આત્માની શરીર છોડવાની તત્પરતા...
પ્રભુ મિલનની હવે ઝંખના !
