STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Drama

4  

Manojkumar Sevantilal Chokhawala

Drama

જીવન સફર

જીવન સફર

1 min
22.9K

સફર છે આ જીવનમાં હમસફર સાથેની,

ગતિ છે આ જીવનમાં પ્રગતિ સાથેની.


ઉદય પામે છે ભાસ્કર જે ગગનમાં, 

અસ્ત થાય છે સૂર્ય તે જ નભમાં. 


સતયુગમાં છે દેવ અને દાતારની પ્રીતિ, 

કળિયુગમાં છે લોભ, મોહ ને લાલચની રીતિ.


સંયુક્ત કુટુંબની પ્રણાલી છે ગ્રામીણ સંસ્કૃતિ,

વિભક્ત કુટુંબની દ્રષ્ટિ છે શહેરી સંસ્કૃતિ.


વિજય હાંસલ કરતાં હર્ષ પામે છે સહુજન, 

પરાજય મળતાં શોક નાદ કરે છે બહુજન. 


ભક્તિ એ જ પ્રભુ દર્શન પામવાની છે રીતિ, 

મુક્તિ એ જ અંતિમ યાત્રાની છે પ્રીતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama