જીવન શતરંજ
જીવન શતરંજ
"જીવન શતરંજ ગોઠવી પ્રભુ એ, મહોરા બન્યા અમે,
બાજી એવી લાગતી સુંદર કે, રમવા ઉતાવળા થયા અમે.
સુંદર એવી સજાવી હતી, કે સઘળું લાગતું મનગમતું,
ચાલાકી ને બુધ્ધિથી એણે મુક્યુ સઘળુંય રમતું.
હાથી- ઘોડા સર્વે મહોરા હરખાતા બહુ રમવા,
પ્રભુ એ તો- મુક્યા હતા સૌ અંહી ભમવા.
હું ચાલાક-મનમાં એવો વહેમ સૌને જો જરા થાતો,
માત દઈને બીજો પ્યાદો આગળ જઈ ગોઠવાતો.
એકબીજાને છેતરવાની હરિફાઈ જો લાગી,
પોતીકા ય પાછળ છુટતાં જો ઠેશ જરા લાગી.
જીવન શતરંજમાં જીતે એજ રાજા જે કહેવાતો,
નાના નાના મહોરાઓને પછાડી આગળ વધતો.
બાજી આખી મહોરા રમતા, હું જ ચાલાક એમ સમજે,
પ્રભુરૂપી ખેલાડી બેઠો તું ધ્યાન દઈને રમજે.
