જીવન પ્રવાસ
જીવન પ્રવાસ
જીવન પણ એક પ્રવાસ,
આરંભથી અંત સસ્પેન્સ,
એ પ્રવાસ તો બધા જ કરે,
અલગ રાહે સૌ ડગલા ભરે,
પ્રવાસમાં સાથી ઘણા મળે,
સાથે ચાલે અને તે છૂટા પડે,
ક્યાં મનના મેળ જો મળે,
તો જીવનમાં પ્રેમરંગ ચડે,
આ ફરજિયાત પ્રવાસ છે,
તેના કાંઈ ખાસ ઉદ્દેશ્ય છે,
કોઈ જાણે, કોઈને સંદેહ છે,
નહીં તો વ્યર્થ આ માનવ દેહ છે.
