જીવન એક રંગમંચ
જીવન એક રંગમંચ
લાઈટ... કેમેરા... એક્શન...
રોજ સવારે કુદરતના...
"લાઈટ" એવા આદેશ સાથે જ સૂર્યરૂપી એલોઝન-
મારા 'સેટ' પર આવી જાય છે... મારા બેડરૂમની ઘડિયાળ સવારથી જ મારો કેમેરો બની જાય...
એ મને જોયા કરે... ને હું એને જોયા કરું...
અને અંતે બરાબર દસના ટકોરે મારા સપનાઓ,
મને "એક્શન"નો આદેશ કરે અને હું દોડવા લાગું,
મારી જીવનશ્રેણીનાં સાઈન કરેલાં એપીસોડ પૂર્ણ કરવા...