STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

જીવન ધુરી

જીવન ધુરી

1 min
315

લગ્ન વગરની જિંદગી હોય છે અધૂરી,

લગ્ન છે જીવનની કરીશ્માઇ કસ્તુરી,

મસ્ત મધુરી ધુરી બની રહે છે જીવનની,

લગ્ન થકી જીવનમાં થાય છે આશાઓ પુરી.


દુનિયાના દરેક સંબંધો સામે, એની અલગ વિસાત છે,

બે શરીર અને એક જીવ એ લગ્નના જઝબાત છે,

મસ્ત મધુરી ધૂરી બની રહે છે જીવનની,

સાથે સાથે વૃદ્ધ થવાની અનેરી વાત છે.


સ્વર્ગમાં નક્કી થયેલ સાથીનો સોહામણું સાથ છે,

લગ્ન જીવનમાં સપ્તપદી ને કરાય આત્મસાત છે,

મસ્ત મધુરી ધૂરી બની રહે છે જીવનની,

‘આખરે તો આપણે બે જ’ લગ્નની એ પવિત્ર પુરાંત છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational