Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Bhatt

Inspirational Others

3  

Lata Bhatt

Inspirational Others

જીંદગી છે એક શતરંજ

જીંદગી છે એક શતરંજ

1 min
520


દરેક પ્યાદાની ચાલ છે નિશ્ચિત,

હાર જીત દરેક ચાલ પર નિર્ણિત,

હાથી સીધો તો વળી ઊંટ ટેઢો,

ને અઢી ડગલે ઘોડો ચાલે છે,

ન વધારે ન થોડો ચાલે છે.


જીંદગી છે એક શતરંજની બાજી,

કોઇએ ગોઠવીને, જોઇ થયા રાજી,

રમતા રમતા આપણે ભૂલી ગયા,

કે આપણો અંકુશ થોડો ચાલે છે !

અઢી ડગલે ઘોડો ચાલે છે.


ક્યારેક એક સાદુ લાગતુ પ્યાદુ,

વજીરને કરે માત ચાલે એનો જાદુ,

ચેક વિના જ થઇ જાય મેટ,

જ્યારે કાળનો હથોડો ચાલે છે,

અઢી ડગલે ઘોડો ચાલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational