STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

ઝરુખો

ઝરુખો

1 min
697

સમયનો સાક્ષી બની

અડિખમ ઉભો..


ઝરૂખો ત્યાં સ્થિર છેમ,

પણ એ મહેલમાં કેટલા આવ્યા ને ગયા,

પ્રેમ વિરહ સુખ દુઃખ ચડાવ ઉતાર સાથે,

અનેક યુધ્ધોનો સાક્ષી,

ત્યાં નીચે દેખાતો કુંડ,

કેમ સામાન્ય લાગ્યો ને?


એ છે અનેક રજપુતાણી અને

સતીઓનું આશ્રય સ્થાન,

સત અને શિયળ કાજે થયેલા બલિદાનો..


જો સામે ધૂળ ઉડતી દેખાય..

અને પિયુના મિલનની ઉત્કંઠા સજાવતી..

સોળ શણગાર સજી,

આવકારવા ઝરૂખે ઉભતી..


હા! ઈતિહાસ છું..

આજ પણ સાક્ષી બની ઉભો છું,


ઝરૂખો સંસ્કૃતિની ધરોહર બની..



Rate this content
Log in

Similar gujarati poem from Drama