STORYMIRROR

Deepak Trivedi

Classics Fantasy

3  

Deepak Trivedi

Classics Fantasy

ઝમકું ડોશી અને સપનાઓ

ઝમકું ડોશી અને સપનાઓ

1 min
10.9K




ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે?

ઝમકું ડોશી એમ ભણે કે પરિયું જેવા લાગે!


સપનાને ઉલાળો તો સપના થૈ જાતા વાદળ!

આંગળિયુંમાં બાંધો તો ભૈ સપના કંકુકાગળ!


સપનાનું ચાંદરડું લેવા ઝમકું ડોશી ભાગે!

ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે?


સપનાને પંપાળો તો સપનાને ઉગે મૂછો!!

મારા રોયા! સપના વિશે કાંય મને ના પૂછો!


નીંદરમાંથી ઉઠી સપના દરિયો પીવા માગે!

ઝમકું ડોશીને પૂછો કે સપના કેવાં લાગે?


Rate this content
Log in

Similar gujarati poem from Classics